પક્ષી-નિરીક્ષણ — પરિચય

Educator’s guide for ‘Introducing Bird Watching’

Mihir Pathak
LearningWala STUDIO

--

કેટલીકવાર તમે રંગીન પક્ષી જોશો જે તમારી પાછળથી ફરતું હોય અને તમે તેને ફરીથી જોવા માટે ઉત્સુક હોવ. કોઈક વાર, તમને આશ્ચર્ય થાય કે પડોશનો કાગડો ક્યારે બોલવાનું બંધ કરશે અને તમને શાંતિથી રહેવા દેશે.

પક્ષીઓ દરેક જગ્યાએ હોય છે અને લગભગ તમામ વસવાટો પર તેમણે કબજો જમાવ્યો છે. એ જોવાની મજા આવે છે કે તેઓ ગાય છે, શિકાર કરે છે, ખાય છે, લડે છે, ઉડે છે, તરે છે અને એવી વર્તણૂકો દર્શાવે છે જે તમને મૂંઝવણમાં મૂકે છે.

જેમ જેમ તમે તેમનું અવલોકન કરતા રહો તેમ તેમ તમે એક વાર્તા પ્રગટ થતી જોશો. પક્ષીઓ પાસેથી ઘણું શીખી શકાય છે. ઉદાહરણ તરીકે, પક્ષીઓ પર્યાવરણીય પરિવર્તનના સૂચક તરીકે મદદ કરી શકે છે. તેઓએ ઘણી માનવ શોધો અને ઇનોવેશન માટે પ્રેરણા આપી છે.

દાખલા તરીકે, જાપાનીઝ શિંકનસેન બુલેટ ટ્રેનની ડિઝાઇન કિંગફિશર પક્ષીની ચાંચથી પ્રેરિત હતી. અને ભૂલશો નહીં, પક્ષીઓ પણ ઉત્તમ પરાગ રજ વાહક, બીજ ફેલાવનાર, પાકની જીવાતો માટે શિકારી અને ઉંદરો જેવા રોગ ફેલાવતા પ્રાણીઓનો સફાયો બોલાવી આપણી ઇકોસિસ્ટમમાં ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

વર્તણૂકનું નિરીક્ષણ એ વૈજ્ઞાનિકો માટે અને તમામ જિજ્ઞાસુ મનુષ્યો માટે જૂનું સાધન છે. જેઓ ધીરજપૂર્વક અને ઉત્સુકતાથી અવલોકન કરવા તૈયાર છે તેઓ પ્રાણીઓ અને પક્ષીઓના ઘણા રહસ્યો જાહેર કરી શકે છે. તો ચાલો થોડું પક્ષી-નિરીક્ષણ કરીએ!

પક્ષી-નિરીક્ષણની મૂળભૂત બાબતો અને નીતિશાસ્ત્ર

  • પક્ષીઓના અવલોકન વખતે તેમનાથી અંતર રાખો. જો તમને લાગે કે તમારી હાજરીથી પક્ષીને ખલેલ પહોંચે છે અને તે ઉડા — ઉડ કરે છે, તો તેને અનુસરવાનું રહેવાદો.
  • માત્ર પક્ષીને સારી રીતે નિહાળવા માટે કુદરતી વાતાવરણને નુકસાન ન કરો.

ઉદાહરણ તરીકે, પક્ષીનું સ્પષ્ટ દૃશ્ય મેળવવા માટે છોડને કચડશો નહિ, અથવા ડાળીઓ/શાખાઓ તોડો નહિ.

  • પહેલેથી બનેલા રસ્તા, ફૂટપાથ અથવા કેડીઓ પર રહીને જ નિરીક્ષણ કરો. ખેતરો, પાક અથવા નાજુક રહેઠાણોને નુકશાન ન પહોંચે તેનું ધ્યાન રાખો.
  • પક્ષી-નિરીક્ષણ કરતી વખતે ખાનગી મિલકતમાં અતિક્રમણ કરશો નહીં. ખાનગી જમીનમાં પ્રવેશતા પહેલા હંમેશા જમીન-માલિકની પરવાનગી મેળવો.
  • ઘોંઘાટ ન કરો.
  • પક્ષીઓને તમારી નજીક લાવવા માટે તેમના જેવા અવાજ ના કાઢશો અને તેમને ખવડાવશો નહીં
  • આસપાસ ફરવાનો અર્થ એ નથી કે તમે વધુ પક્ષીઓ જોશો. જો તમે શાંતિથી અને ધીરજપૂર્વક એક જગ્યાએ ઊભા રહો/બેસો, એકદમ સ્થિર રહો, તો તમે ઘણા પક્ષીઓ જોઈ શકો છો.
  • બ્રીડીંગ સીઝન દરમિયાન પક્ષીઓનું અવલોકન કરવામાં વધુ કાળજી રાખો.
  • કોઈપણ માળાના વિસ્તાર માં ન જાવ. દૂરથી માળાઓનું અવલોકન કરો. નિરીક્ષણ માટે દૂરબીનનો ઉપયોગ કરો.
  • માળો, ઇંડા અથવા બચ્ચાઓને ક્યારેય હાથ માં લેશો નહીં.
  • સામાન્ય રીતે માળાઓ અને બચ્ચાઓના ફોટોગ્રાફ્સ ક્લિક કરવાનું અનૈતિક માનવામાં આવે છે. જો તમે પક્ષીઓના માળાના ફોટોગ્રાફ્સ ક્લિક કરવાનો ઇરાદો ધરાવતા હો, તો તે સુરક્ષિત અંતરથી કરો.
  • જ્યારે તમે ચાલતા હોવ અને પક્ષીઓનું અવલોકન કરતા હોવ ત્યારે પક્ષી-બચ્ચાઓ અને ઈંડા જેવા કે કાગડા, કૂતરા અને બિલાડીઓના સંભવિત શિકારી તમારી આસપાસ આવી શકે છે. મહેરબાની કરીને સાવચેત રહો જેથી કરીને તેઓ માળાના વિસ્તારોમાં ન જાય.
  • જો શક્ય હોય તો, પક્ષી-નિરીક્ષણ કરતી વખતે આછા રંગના કપડાં પહેરો. તીવ્ર ગંધવાળા પાવડર, ક્રીમ, પરફ્યુમ, લોશન વગેરે લગાવાનું ટાળો.
  • યાદ રાખો, પક્ષી નિરીક્ષકોએ હંમેશા પક્ષીઓ અને તેમની આસપાસનું વાતાવરણ જોખમમાં ન મુકાય એવી રીતે કાર્ય કરવું જોઈએ.

પક્ષીના વર્તનને વર્ણવવા માટે વપરાતા શબ્દો

અહીં કેટલીક વર્તણૂકો છે જે તમે અવલોકન કરી શકો છો:

  • Feeding: ખોરાક ખાવો અથવા પાણી પીવું.
  • Flocking: પક્ષીઓ એકસાથે જૂથ બનાવે છે (ઉડતી વખતે અથવા ખોરાક શોધતી વખતે)
  • Flying: હવામાં રહેવાની ક્રિયા, પાંખો ફફડાવીને અથવા ઉંચી કરીને.
  • Foraging: ખોરાકની આસપાસ શોધવા/ જોવાનું કાર્ય.
  • Mating: પ્રજનન માટે એકસાથે આવતા પક્ષીઓની ક્રિયા.
  • Nesting: માળો બાંધવાની ક્રિયા
  • Preening: પોતાના અથવા અન્ય પક્ષીના પીંછા સાફ કરવાની ક્રિયા.
  • Bathing: પક્ષીઓ પોતાની જાતને સાફ કરવા અથવા ઠંડું કરવા માટે પાણીમાં ડૂબકી મારે તે
  • Roosting: એક એવી વર્તણૂક જ્યાં પક્ષીઓ ચોક્કસ વિસ્તારમાં આરામ/સૂવા માટે સમૂહમાં (અથવા એકલા) સ્થાયી થાય છે,
  • Singing or calling: પક્ષીઓ વચ્ચેની વાતચીત.
  • Territorial display: વૃક્ષની ડાળીઓ, માળો બનાવવાની જગ્યા અથવા જમીન પરના વિસ્તારને સુરક્ષિત રાખવાનું કાર્ય. આમાં અન્ય પક્ષી અથવા પ્રાણી પર હુમલો/લડાવવાનો પણ સમાવેશ થઈ શકે છે.
  • Walking/hopping/wading/swimming: જમીન પર/પાણીમાં હલનચલન.
  • Courtship: જીવનસાથીને આકર્ષવાના પ્રયાસમાં ગીતો, નૃત્ય, પીંછા ફેલાવવા વગેરે જેવા સંદેશાવ્યવહારના વિવિધ સ્વરૂપો.
Figure 1: Parts of a bird | Adapted from: Pixabay (CC0 Creative Commons)

જ્યારે તમે પક્ષીનું વર્ણન કરવા માંગતા હો, ત્યારે વધુ સારા વર્ણન માટે ઉપર જણાવેલ શબ્દોનો ઉપયોગ કરો. દા.ત.: પક્ષીનું ગળું કાળું રંગનું હતું. તેનું પેટ સફેદ અને તેની પૂંછળીની નીચેનો ભાગ લાલ હતો.

ટાસ્ક 1: શું કરીશું ?

(સમય: દરેક ટાસ્ક માટે દસ મિનિટ, સવારે, બપોર અને સાંજે, ચાર અઠવાડિયા માટે, વ્યક્તિગત પ્રવૃત્તિ).

“પક્ષી નિરીક્ષણની મૂળભૂત બાબતો અને નીતિશાસ્ત્ર” [વિદ્યાર્થી હેન્ડઆઉટ #1] ફરી એક વાર વાંચી જાઓ

શાળામાં/તમારા ઘરની નજીક એક સુરક્ષિત સ્થળ પસંદ કરો, જ્યાં તમે પક્ષીઓની પ્રવૃત્તિ જોઈ શકો.

સવાર, બપોર અને સાંજે દસ મિનિટ માટે, તમારા “નિરીક્ષણ બિંદુ” પરથી પક્ષીઓની એક પ્રજાતિનું નિરીક્ષણ કરવામાં સમય પસાર કરો.

તમારી નોટબુકના હેડર માં માહિતી લખો: દિવસ, તારીખ, સમય, હવામાન, સ્થાન અને તમે કેટલા સમય સુધી તમારી અવલોકન પ્રવૃત્તિ હાથ ધરી હતી.

ધીરજપૂર્વક અને શાંતિથી પક્ષીઓનું અવલોકન કરો. પક્ષી જે કરે છે તે બધું લખો.

“પક્ષીની વર્તણૂકનું વર્ણન કરવામાં માટે વપરાતા શબ્દો” અને “પક્ષીના ભાગો” શીર્ષકવાળા વિદ્યાર્થી હેન્ડઆઉટ #1 નો સંદર્ભ લો. તમારા વર્ણનો અને રેખાંકનોમાં તેનો ઉપયોગ કરવાનો પ્રયાસ કરો.

તમે જે પક્ષી જુઓ છો એ દોરવનો અને તેને લેબલ કરવાનો પ્રયત્ન કરો. જો તમે ઇચ્છો તો તમે તેને કલર પણ કરી શકો છો. જો તમારું ચિત્ર સુંદર ન હોય તો તે ઠીક છે. તમે જે જુઓ છો તેના પર ધ્યાન કેન્દ્રિત કરો.

જો એક અઠવાડિયા પછી, તમે અવલોકનો કરવામાં અસમર્થ છો, તો તમારી નોંધો બનાવવા માટે “નિરીક્ષણ માર્ગદર્શિકા” [વિદ્યાર્થી હેન્ડઆઉટ #3] નો ઉપયોગ કરો.

ટીપ: તમે તમારા પોતાના શબ્દોમાં વર્ણનો લખવા માટે સ્વતંત્ર છો, અને તમે વિગતવાર વર્ણન કરવા માટે રેખાંકનો, ચિત્રો, ફ્લોચાર્ટ વગેરેનો ઉપયોગ કરી શકો છો.

ચાલો આપણે કહીએ કે તમે કાગડાને જોઈ રહ્યા છો અને થોડીવાર પછી, તે ઉડી જાય છે. તેની નોંધ કરો અને પછી બીજા કાગડાનું નિરીક્ષણ કરવાનું ચાલુ રાખો. તમે દસ મિનિટથી વધુ સમય માટે પણ પક્ષીઓને નિહાળી શકો છો . પક્ષી અથવા તેના વર્તન વિશે તમને શું રસપ્રદ લાગે છે તે લખો.

ટાસ્ક 2: તમે ભેગા કરેલા ડેટાનું શું કરવું?

(સમય: 80–120 મિનિટ, ટાસ્ક 1 ના ચાર અઠવાડિયા પછી, શિક્ષક સાથે જૂથ કરો).

તમારા મિત્રો સાથે એક જૂથ બનાવો જેમણે પક્ષીઓની સમાન જાતિઓનું અવલોકન કર્યું છે. તમારા અવલોકનોની ચર્ચા કરો.

તમારા તારણો સંકલિત કરવા માટે આ હેન્ડઆઉટમાં આપેલ “ટાસ્ક 2 માટે માર્ગદર્શક પ્રશ્નો” નો ઉપયોગ કરો.

ઉદાહરણ તરીકે, “માર્ગદર્શક પ્રશ્નો” માં સૂચિબદ્ધ દરેક પ્રશ્ન માટે, બધા અવલોકનકરોના અવલોકનોની સૂચિ બનાવો.

દરેક પ્રશ્ન માટે, સમગ્ર જૂથમાં તમારા અવલોકનોમાં સમાનતા અને અસમાનતાઓને ઓળખવાનો પ્રયાસ કરો.

એવા પાસાઓ માટે જુઓ કે જેના માટે તમારે વધુ ચોક્કસ અવલોકનો કરવાની જરૂર પડશે. દાખલા તરીકે, શું કાગડો માત્ર કાળો જ હોય છે? અથવા તે ગ્રે અને બ્લેકનું મિશ્રણ છે?

ટીપ: જો તમને લાગે કે તમારી પાસે ઓછો ડેટા/નોટ્સ છે, તો બીજા એક કે બે અઠવાડિયા માટે તમારા અવલોકનો ચાલુ રાખો. પછી તમારા મિત્રો સાથે ટાસ્ક 2નું પુનરાવર્તન કરો.

ટાસ્ક 2 માટે માર્ગદર્શક પ્રશ્નો

  • તમે સામાન્ય રીતે પક્ષીને (ઘાસ, ઝાડવા, જમીન, વૃક્ષો) ક્યાં જોયું હતા?
  • મોટાભાગે દિવસના કયા સમયે તમે પક્ષીને જોયું હતું? તે સૌથી વધુ સક્રિય ક્યારે હતું?
  • પક્ષીએ ક્યાં પ્રકારની (ઉચ્ચ શાખા, નીચલી શાખા, જમીન) જગ્યાએ બેઠું હતું ?
  • શું પક્ષી લાંબા સમય સુધી એક જ જગ્યાએ રહે છે કે તે તેનું સ્થાન બદલતું રહે છે?
  • પક્ષી શું ખાતું હતું ?
  • શું પક્ષી જૂથમાં જોવા મળ્યું કે સામાન્ય રીતે એકલું જોવા મળતું હતું?
  • શું પક્ષીઓ હંમેશા જોડીમાં જોવામાં આવતા હતા (નર/માદા અથવા નર/નર અથવા માદા/માદા અથવા અન્ય પ્રજાતિના પક્ષી સાથે)?
  • શું પક્ષી તેના પોતાના પ્રકારના (સમાન જાતિના) પક્ષીઓની નજીક રહેવાનું પસંદ કરે છે?
  • શું પક્ષી વિવિધ જાતિના પક્ષીઓની નજીક રહેવાનું પસંદ કરે છે?
  • શું પક્ષી ખૂબ જ અવાજવાળું હતું (ઘણા કૉલ/અવાજ કરે છે) કે શાંત?
  • કયા જૈવિક ઘટકો (સમાન પ્રજાતિના અન્ય સભ્યો, પક્ષીઓની અન્ય પ્રજાતિઓ, અન્ય પ્રાણીઓ) સાથે પક્ષી ક્રિયાપ્રતિક્રિયા કરતુ જોવા મળ્યું ?
  • પક્ષીએ કયા અજૈવિક ઘટકો (જળ, માટી) સાથે ક્રિયાપ્રતિક્રિયા કરી હતી?
  • શું તમે કોઈ નેસ્ટિંગ સાઇટ્સ/માળાની જગ્યા જોઈ ? કેટલા પક્ષીઓ માળો બાંધતા હતા?
  • શું પક્ષીનો પડછાયો / આઉટલાઈન (silhouette) હંમેશા એકસરખું દેખાતું હતું?
  • એવા કયા જીવ (પક્ષીઓ/પ્રાણીઓ/સરિસૃપ) ​​હતા જેનાથી પક્ષીને ડર લાગતો હતો?
  • એવા કયા જીવ (પક્ષીઓ/પ્રાણીઓ/સરિસૃપ) ​​હતા જેનાથી પક્ષીને ડર લાગતો ન હતો?
  • શું મનુષ્ય નજીક હતા ત્યારે પક્ષીઓ દૂર ઉડી ગયા?
  • તમે નોંધ્યા તેમાં સૌથી રસપ્રદ અવલોકન કયા હતા?
  • પક્ષીનું અવલોકન કરતી વખતે કઈ વર્તણૂક (ચારો ચણવો, પીછા સાફ કરવા) સૌથી વધુ જોવા મળી હતી?
  • શું તમે કોઈ રોસ્ટિંગ(roosting) સાઇટ્સ જોઈ ?ત્યાં કેટલાં પંખીઓ બેઠા હતા?

ટાસ્ક 3: તમારા ડોક્યુમેન્ટેશનને વધુ રિફાઇન કરવું

(સમય: 80 મિનિટ,ટાસ્ક 2 થઈ ગયાના એક/બે અઠવાડિયા પછી કરવું, શિક્ષકની સાથેનું જૂથ કાર્ય)

તમારા ડોક્યુમેન્ટેશનને રિફાઇન કરવા માટે કામ કરો. તમે માઈન્ડ મેપ્સ, ફ્લોચાર્ટ, ફ્લેશ કાર્ડ ઉમેરી શકો છો અથવા તમારા મૂળ લેખન ઉપરાંત કોઈપણ ચિત્ર સ્વરૂપમાં તમારા અવલોકનો રજૂ કરી શકો છો.

જો તમે પક્ષીનું કોઈ વિચિત્ર અથવા રસપ્રદ વર્તન જોયું હોય, તો તેના પર ચોક્કસ વિગતો આપીને ટૂંકો અહેવાલ લખો.

Figure 2: Templates: Example of a possible flash card (left); an interaction map of a blue rock pigeon (right)

મહત્વપૂર્ણ નોંધ :

તમારી નોંધો તમે ચાર અઠવાડિયા કે તેથી વધુ સમયગાળામાં શું જોયું તેનું પ્રતિબિંબ હોવું જોઈએ. તે પુસ્તકો અથવા ઇન્ટરનેટ પરથી નકલ કરીને લીધેલી હોવી જોઈએ નહીં.

સ્ટુડન્ટ હેન્ડઆઉટ #1 માં રજૂ કરવામાં આવેલ નવા શબ્દોનો ઉપયોગ કરવાનો પ્રયાસ કરો

(દા.ત.: ઉપરોક્ત નકશામાં ઇટાલીક ફોર્મ માં લખેલા શબ્દો જુઓ)

જો તમને લાગે કે તમારો ડેટા પૂરતો નથી, તો થોડા વધુ અઠવાડિયા માટે અવલોકનો ચાલુ રાખો.

તમે જોયેલા પક્ષી વિશે કોણ, શું, ક્યારે અને ક્યાંલખો.

સ્ટુડન્ટ હેન્ડઆઉટ #3 — અવલોકન માર્ગદર્શિકા (વૈકલ્પિક)

નોંધ: તમે અહીં દર્શાવેલા પક્ષીઓના પાસાઓ સિવાયના પાસાઓનું અવલોકન પણ કરી શકો છો. તમારું ધ્યાન ફક્ત પક્ષી તરફ જ નહીં પરંતુ તેના નજીકના વાતાવરણ તરફ પણ દોરો. ઉપરોક્ત પ્રશ્નો ફક્ત તમારી પક્ષી નિરીક્ષણની યાત્રાને શરૂ કરવામાં મદદરૂપ થવા માટે છે.

Appendix

What can human beings learn by studying birds? Why would one want to invest time and energy in such an exercise? How does the understanding of birds enhance our understanding of the world around us? Here are some learning possibilities:

Birds as indicators of the environment

We live in a rapidly changing world. Humans have modified the world’s environment in drastic ways, and India is no exception. India’s population is the second largest in the world, and its impact on the environment, including the biodiversity, is rapidly increasing. For example, the population of vultures has declined drastically in the recent years because they feed on the carcasses of cattle treated with a veterinary drug Diclofenac (a common drug administered to treat the symptoms of inflammation, fevers, diseases, etc.), which is toxic to the vultures. Following this decline, some studies tried to draw a connection between the increase in the number of stray dogs (which fed on decaying flesh that was now left uneaten by vultures) and the incidences of rabies across India. Birds have also served to warn of environmental dangers. In the olden days, coal-miners used to carry caged canaries (bird) while at work; the canary would die if there was excess methane and/or carbon monoxide, which was poisonous to humans as well.

Today, as some of the best-documented animals on the planet, birds serve as indicators of environmental change; sea bird health informs us about fish populations, for instance. Birds can also tell us a lot about the history of the places they lived in. For example, the beaks of the famous Darwin’s finches evolved because of extreme environmental changes. These environmental changes reduced the available food, and the beaks of the birds evolved to consume different foods like tougher seeds, insects, etc. This diversity in the shape of beaks thus, is an indicator of the history of changes in their environment, that is, in Galápagos Islands (in Ecuador). So, by following birds and learning about them, we are trained to notice changes in bird behaviour and their presence and absence. This knowledge is critical to CONSERVE BIRDS andmaintain healthy, sustainable human habitations.

Declining sparrow population in India

Sparrows are common across the world and are seen along side human habitation. But over the last couple of years, people in India started reporting absence or fewer number of house sparrows in their areas. This motivated the Citizen Sparrow Project, a citizen science project spearheaded by Bombay Natural History Society, together with a group of nature and conservation related organisations. They analysed over thousands of reports from all over India and summarised the collected information in the form of a report. Though it was evident that some regions did show dwindling sparrow populations, the reasons for it are still unclear and debated. Based on these results, several initiatives were proposed to increase or restore sparrow populations across the country. To know more, visit: http://www.citizensparrow.in

Birds as teachers

Birds, like many other components of nature, have informed and inspired many human inventions and innovations, and they continue to serve as a source of inspiration for many others. The invention of flight was directly inspired by the capabilities of birds. The simple physics problem of how birds transmit their complex songs is solved in a manner similar to many modern-day information technology systems. The extraordinary diversity of birds is reflected in their diverse beaks, which serve as tools that can probe, crush, filter, etc. They also at times serve as wood-chippers or insect-catchers. In essence, birds have evolved many tools millions of years before humans invented them, solving many simple design problems that we struggle with even today. The eyes of birds possess capabilities that are far superior to those of human beings. Most birds can see colours and portions of the light spectrum that we, human beings, cannot. Falcons can see a small rabbit moving on the ground from hundreds of feet in the air. The possibilities of learning and inventing things inspired by birds are innumerable. The Japanese engineer, responsible for designing of the Shinkansen Bullet Train, was inspired by the beak of a kingfisher (bird) to redesign the front part of the bullet train, which made the train more aerodynamic and energy-efficient.

The role of birds in ecosystems

Although we are commonly taught about birds as pests and eaters of crops, did you know that birds are also a valuable part of a habitat? They play critical roles in maintaining forest ecosystems by eating fruits and dispersing seeds. Birds like Sunbirds (that have thin long curved beaks), Leafbirds, White-eyes, help in pollination, and may thus benefit the farmer. Many birds eat harmful insects, and serve as biological pest control, protecting crops from harm. Sadly, in the era of pesticides, many farm birds are being poisoned and are disappearing from their regular habitats. How might we save birds on farms, and how does this benefit people? Additionally, some birds can be apex predators while others are scavengers. Their role in the ecosystem food web is of paramount significance.

Lastly, it is interesting to note that many philosophers and scientists who have tried to make meaning of human beings’ relationship with nature and all living things, have cited an aesthetic (beauty) dimension to valuing nature. Human beings are often filled with wonder by the physical beauty of nature, and derive a sense of fulfillment and satisfaction when amidst it.

Develop skills associated with scientific literacy

By learning to observe and study birds, a student learns the basic life skills of observation and inference, and paying attention to detail (Do birds of the same species look different? How are they different from each other? Can you tell their songs/sounds apart?). Historically, natural sciences, including astronomy, largely depended on systematic, prolonged, and meticulous observations. Even today, many studies in ethology (science of animal behaviour) are observation-driven. This activity provides a good opportunity to hone those useful skills! Moreover, birds are a part of folk-lore. We also hear phrases like “proud as a peacock”, “eagle eye”, “wise as an owl”, “the clever crow”, etc.

Students can also notice the interconnections between a species and its immediate environment. Knowing where and when you find certain birds may encourage school children to learn more about the geography and the climate of the area. It may also encourage an understanding of the various habitats/ecosystems birds occupy, from deserts to rain forests. Finally, because birds are generally conspicuous, beautiful, well-known, and found in almost every corner of the world, they are ideal subjects for undertaking a simple study.

This article is originally published in Vigyan Pratibha Portal , HBCSE — Mumbai (https://vigyanpratibha.in/index.php/rediscover-describe-and-draw-birds-2/#downloads)

Translated by Mihir Pathak

--

--